ગુજરાતમાં વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. આજે વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.
અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી.