ક્લે કોર્ટ કિંગ તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં સીધા સેટોમાં સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાને ૬-૨, ૬-૩, ૬-૧થી હરાવીને ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. આ સાથે તે ટેનિસના ઓપન એરામાં એક જ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ દસ વખત જીતનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બની ગયો હતો. જ્યારે અહીં ૨૦૧૫માં ચેમ્પિયન બની ચુકેલો વાવરિન્કા નડાલને લડત આપી શક્યો નહતો અને ફાઇનલમાં માત્ર છ જ ગેમ જીતી શક્યો હતો.