Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પૌત્ર અને જાણીતા પત્રકાર નચિકેતા દેસાઈ આજે સવારે ગાંધીઆશ્રમમાં સત્યાગ્રહ માટે ઉપવાસ પર બેસતા તેમને આશ્રમનાં સંચાલકોએ ઉઠાડી મૂક્યા હતા. એટલું જ નહીં પોલીસે તેમની અટકાયત પણ કરી હતી.
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી તેમની (નચિકેતા દેસાઈ)ની માનેલી બહેન સઝબ ઝફર પર પોલીસ દમન કર્યું હતું તેમજ પોલીસે બંદૂકના કુંદા માર્યા હતા. તેથી તેની પીઠ પર લોહી નિકળી આવ્યું હતું. બહેન પર થયેલા પોલીસ દમનના કારણે નચિકેતા વ્યથિત હતા. વળી, તેઓ CAAનો વિરોધ પણ ગાંધી આશ્રમમાં કરવા માંગતા હતા જે માટે તેઓએ પરવાનગી પણ માગી હતી. પણ હાલમાં આશ્રમના સંચાલકો જાણે ભાજપના પોતીકા હોય તેમ દરેક વિરોધ પ્રદર્શન કરનારા સાથે ઉદ્ધવભર્યું તેમજ ઓરમાયું વર્તન કરતા હોય છે. આજ કારણોસર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા ભારતના કોઈ પણ નાગરિકને પરવાનગી સુદ્ધા આપતા નથી. ત્યારે નચિકેતા દેસાઈ સાથે સત્તાધીશો દ્વારા દુર્ભાગ્યપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું. આ સમયે નચિકેતાએ કહ્યું કે "બંધારણીય કટોકટી ઊભી થઈ છે ત્યારે હું અહીં મારા દાદા જ્યાં કામ કરતાં હતા તે ગાંધીજીના સ્થાન પર સત્યાગ્રહ ન કરી શકું તો ક્યાં કરીશ ? પરંતુ તે સમયે મૂળ કોંગ્રેસી પણ હાલમાં નરેન્દ્ર મોદી સરકારની નજીક સરકી ગયેલા કાર્તિકેય સારાભાઈ માન્યા નહીં અને અતુલ પંડ્યાને બોલીવીને દેસાઈને પાછળથી પકડીને તેમને દરવાજાની બહાર ખેંચીને લઈ ગયા હતા અને આશ્રમની બહાર હાંકી કઢાયા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ