મહારાષ્ટ્રના (Maharashtra) પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાના 3 ગામોમાં એક રહસ્યમય રોગ (Disease) ફેલાયો છે. આ ગામોના મોટા ભાગના સ્ત્રી-પુરુષો આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે. અહીં લોકોના માથા અને શરીરના અન્ય ભાગો પરના વાળ (hair) જાતે જ ખરવા લાગ્યા છે. કેટલાક લોકો માત્ર 3 દિવસમાં ટાલ પડી ગયા છે. તેના હાથ અને પગના વાળ પણ ખરી ગયા છે. લોકો આ રોગનું કારણ જાણતા નથી. તેમજ કોઈ ઉકેલ દેખાતો નથી. ડોક્ટરો પણ તેનો ઈલાજ શોધી શકતા નથી. આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગભરાટ અને ભય વચ્ચે આરોગ્ય વિભાગે આ રહસ્યમય રોગની તપાસ શરૂ કરી છે.