પૂર્વોત્તર રાજ્યોમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. જોકે આ ઉગ્રવાદીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક ઓપરેશન ચલાવ્યું છે અને તેની કામગીરી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સંભાળી રહ્યા છે. અજિત દોભાલે ચલાવે આ ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. મ્યાંમારના સૈન્યએ 22 જેટલા ઉગ્રવાદીઓને ભારતને સોપી દીધા છે.
આ ઉગ્રવાદીઓને મ્યાંમારના સૈન્યએ સામસામે થયેલા ગોળીબાર દરમિયાન ઝડપી પાડયા હતા. જોકે તેઓ ઝડપાયા તે પહેલા તેઓએ ભારતમાં અનેક નાના મોટા હુમલાને અંજામ આપ્યા હતા. જે બાદ તેઓ મ્યાંમારની સરહદ પાર કરીને ભારત છોડી પાડોશી દેશમાં જતા રહ્યા હતા. આ અંગેની જાણકારી ભારતીય સૈન્યએ મ્યાંમાર સૈન્યને આપી હતી. ભારતની માગણીને ધ્યાનમાં રાખીને મ્યાંમાર સૈન્ય દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને આ ઉગ્રવાદીઓને શોધીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ 22 ઉગ્રવાદીઓને એક વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ ઉગ્રવાદીઓને હવે મણીપુર અને આસામની પોલીસને સોપવામાં આવશે જ્યાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.