રાજકોટમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલા દરરોજ જીમ જવાના બહાને જુગાર રમવા જતી હતી અને તેણીએ જુગારમાં 12 લાખ રુપિયા હારી જતા પોતાના ઘરેણા ગીરવે મુકી દીધા હતા. આ મહિલાનું નામ એકતા માલુમ પડ્યું છે. પતિ અને સાસરિયાંને એકતાના કારનામાંની ત્યારે ખબર પડી જયારે અલ્કા ઇમરાન નામની મહિલા 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા ઘરે પહોંચી.
હવે પતિએ જ પોતાની પત્નિ પર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે જેમાં તેણે જણાવ્યુ હતુ કે તેની પત્નિ જિમના બહાને દરરોજ ઘરેથી નિકળતી હતી અને તે 4 કલાક પછી ઘરે પરત ફરતી હતી. જે કલાકોમાં તે કલબમાં જુગાર રમતી હતી.
પતિએ જણાવ્યુ છે કે, તેની પત્નિ ઘરમાં કોઈને કહ્યા વગર પિયર જતી રહી હતી તે સમયે એક મહિલા ઘરે આવી. જેણે કહ્યું કે, તમારી પત્નિ જુગારમાં 11 લાખ રૂપિયા હારી ગઈ છે અને તે એ રૂપિયા લેવા આવી છે. અમે તેને કહ્યું કે, અમને આ અંગે કઈં ખબર નથી. એકતા અમને કહ્યા વગર પિયર જતી રહી છે, તેની પાસે જઈને પૈસા માંગો, તો મહિલા જતી રહી.
એકતાની જુગારની લત વિશે ખબર પડતાં માતાએ ઘરની તિજોરી ખોલો ઘરેણાં તપાસ્યાં તો, સોનાનો હાર, વીંટી સહિત 5.60 લાખનાં ઘરેણાં ગાયબ હતાં. એકતાને ફોન કરી આ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે, જુગારમાં હારેલી રકમ ભરવા માટે તેણે ઘરેણાંની ચોરી કરી હતી.