આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારી 39 વર્ષીય સૂચના સેઠે કરેલી ચાર વર્ષના પુત્રની હત્યાના કેસમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઠમી જાન્યુઆરીની રાત્રે પુત્રની હત્યા કર્યા બાદ તે ગોવાથી કેબમાં બેંગલુરુ જવા નીકળી હતી. કેબ ડ્રાઈવર રેજોન ડિસૂઝાએ હત્યારી સાથે 12 કલાકની મુસાફરીનું અંગે આખું વર્ણન કર્યું છે. કર્ણાટક પોલીસે 4 વર્ષના પુત્રની હત્યારી માતાને કર્ણાટકના ચિત્રદુર્ગ પાસેથી ધરપકડ કરી હતી. પોલીસે કારમાં પડેલી બેગમાંથી પુત્રના મૃતદેહને પણ કબજે કર્યો છે. બીજી તરફ, સૂચના સેઠે ચોંકાવનારી કબૂલાત કરી છે કે ‘મારો પુત્ર તેના પિતા જેવો દેખાતો હતો, તેથી મેં તેની હત્યા કરી. મારો પુત્ર મને મારા પૂર્વ પતિ અને તેની સાથે તૂટેલા સંબંધની યાદ અપાવતો હતો.’