જાણીતા કટાર લેખક પત્રકાર ભાવના સોમૈયા લિખિત ‘ચાલો સિનેમા’ અને કૃષ્ણકાંત ઉનડકટ લિખિત ‘જાણો અને માણો દૂરબીન’ પુસ્તકનું લોકાર્પણ પ્રસિદ્ધ અભિનેત્રી અરુણા ઈરાનીના વરદ હસ્તે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અરુણા ઈરાનીએ કહ્યું હતું કે મને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેઓએ પોતાના જીવન વિશે કેટલીક વાતો ઓડીયન્સ સાથે પણ આપલે કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે કદાચ હું ફિલ્મ ક્ષેત્રે મારી કારકિર્દી બનાવી ન હોત તો હું આજે લાચાર બની ગઈ હોત. કારણ કે મને બીજું કશું આવડતું ન હતું અને વળી ખાસ અભ્યાસ પણ કરેલો ન હતો એટલે કામ મળવાનું પણ મુશ્કેલ બની ગયું હોત.!
તેઓએ વધુમાં અમદાવાદીઓના પ્રશ્નોના જવાબા આપતા કહ્યું હતું કે મારી જવાબદારી જ સફળતા તરફ લઇ ગઈ હતી. મારા પપ્પા બિમાર રહેતા હતા અને મારી મમ્મી નાટક કંપનીમાં કામ કરતી હતી. જો મારા પર ઘરની જવાબદારી ન હોત તો આજે હું અરુણા ઈરાની ન હોત... તેઓએ ‘ઉપકાર’ ફિલ્મ અને રોટી કપડા ઓંર મકાન વિશે પણ વાતો કરી હતી.
લેખક અને પત્રકાર ભાવના સૈમાયા કહ્યું હતું કે મને સૌથી વધુ આનંદ પુસ્તક પ્રકાશિત થાય ત્યારે થાય છે. જીવનમાં સંબંધો પણ ખૂબ જ મહત્ત્વના છે તેવું કહ્યું હતું. પોતાની જીવન કારકિર્દી વિશે પણ વાત કરી હતી.
જાણીતા કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટે કહ્યું હતું કે પુસ્તક પ્રકાશિત થાય ત્યારે ખૂબ જ આનંદ થાય છે. કોલમ લેખકને તેમાં વિષય વસ્તુનું ધ્યાન વધારે રાખવું જોઈએ. તે વાંચકને સીધું હૃદય સ્પર્શ થાય તેવું હોવું જોઈએ અને વાંચકને એવું લાગવું જોઈએ કે એમાં મારી વાત છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે માણસના જીવનમાં સફળ થવા માટે મજબૂરી ખૂબ જ મહત્વની છે. જીવનમાં જેટલી તમારી મજબૂર હશે તેટલી જ વધુ સફળતા મળશે... તેઓએ વધુમાં કહ્યું હતું કે જે માણસ પોતાની સાથે પવિત્ર રહી શકે છે તે જ દુનિયા સાથે પવિત્ર રહી શકે છે.
ગુજરાતના અગ્રણી નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ બે પુસ્તક વિમોચન પ્રસંગે પ્રકાશકો મહેન્દ્ર શાહ, કૃણાલ શાહ અને રોનક શાહ ઉપસ્થિત રહ્યા હતા.