બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, વાસ્તવમાં મારા માતુશ્રીએ તેઓના પદ પરથી સત્તાવાર રીતે ત્યાગપત્ર આપ્યું જ ન હતું. પાંચમી ઑગસ્ટને સોમવારે રમખાણકારો તેઓના સત્તાવાર નિવાસ સ્થાન તરફ આગળ ધસી રહ્યા હતા, ત્યારે તેઓ દેશ છોડવાની એટલી ઉતાવળમાં હતા કે સત્તાવાર રીતે ત્યાગપત્ર આપવા જેટલો સમય જ ન હતો. તેઓ સોમવારથી ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. તેઓને આશ્રય આપવા માટે હું ભારતનો અને વિશેષત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું.