વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) અહીં એક જાહેર સભાને સંબોધન કરતા મુક્ત મને જણાવ્યું કે, મારી સરકાર ભગવાન શ્રીરામમાંથી પ્રેરણા મેળવે છે અને શાસનના સિદ્ધાંતો, જે તેઓએ સ્થાપ્યા છે તેને અનુસરે છે. આ સાથે તેઓએ શ્રીરામે શાસન માટે સ્થાપેલા પ્રમાણિકતાના સિદ્ધાંતો યાદ કર્યા હતા અને શ્રોતાજનોને જાન્યુઆરીની ૨૨મીએ (પ્રાણ પ્રતિષ્ઠા દિને) પોતાના ઘરમાં રામજ્યોતિ પ્રકટાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ તેમની ગેરેન્ટ-મોદી ગેરન્ટીનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે, મોદીની ગેરન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવી જોઇએ. ભગવાન્ શ્રીરામે આપણને વચનનું પ્રતિપાલન કરતાં શીખવાડયું છે. તેથી જ અમે દરિદ્રોનાં કલ્યાણ માટે અને તેઓનાં સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છીએ.