બુધવારે મોડી રાત્રે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇએ ધરપકડ કરી છે. તેમાં ગુરુવારે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે તેમના પિતાની ધરપકડ ખાલી આર્ટિકલ 370 પરથી ધ્યાન ભટકાવવા થઇ છે. સીબીઆઇની આ કાર્યવાહી રાજનીતિ પ્રેરિત છે. અને તે આ મામલે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કાર્તિ ચેન્નઇથી દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેમણે મીડિયાને આ નિવેદન આપ્યું હતું.
કાર્તિએ કહ્યું કે "આ મામલો 2008માં થયો હતો. તે માટે 2017માં એફઆઇઆર દાખલ કરવામાં આવી. ચાર વાર મારા ઘર પર દરોડા પડ્યા. 20 વાર મને ત્યાં બોલવવામાં આવ્યા. દર વખતે હું 10-12 કલાક ત્યાં હાજર રહ્યો. 11 દિવસો માટે હું સીબીઆઇનો અતિથિ રહ્યો. મારી સાથે જોડાયેલા તમામને બોલવવામાં આવ્યા. મોટા પાયે પુછપરછ થઇ. પણ હજી પણ મારી પાસે ચાર્જશીટ નથી. આઇએનએક્સ મીડિયા સાથે મારો કોઇ સંબંધ નથી."