આરએસએસ માનહાનિ કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે મુંબઈની શિવરી કોર્ટમાં હાજર થયા હતા. શિવરી કોર્ટે રાહુલને ૧૫,૦૦૦ના બોન્ડના જામીન પર મુક્ત કર્યાં હતા. રાહુલ ગાંધી તરફથી પૂર્વ સંસદસભ્ય એકનાથ ગાયકવાડે રૂ.૧૫,૦૦૦ના જામીન બોન્ડ ભર્યા હતા. કોર્ટમાં સુનાવણી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું દોષી નથી. રાહુલ ગાંધી સામે ગુજરાતમાં સુરત અને અમદાવાદ ખાતે બે માનહાનીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને કેસમાં અનુક્રમે તેમણે ૯ જુલાઇ અને ૧૨ જુલાઇએ હાજર રહેવું પડશે.