વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત શેર ટ્રેડિંગ એપ ઝીરોધાના સ્થાપક નિખિલ કામથ સાથે પોડકાસ્ટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. કામથે શુક્રવારે આ પોડકાસ્ટનો વીડિયો તેમના પ્લેટફોર્મ પર જાહેર કર્યો હતો. પહેલા જ પોડકાસ્ટમાં પીએમ મોદીએ દુનિયામાં ફેલાયેલી અશાંતિ, ડિજિટલ ઈન્ડિયા, વન ઈન્ડિયા મિશન જેવી તેમની પહેલો તેમજ તેમના જીવનના અનેક પાસાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, જોખમ લેવાની તેમની ક્ષમતાનો હજુ પૂર્ણરૂપે ઉપયોગ થયો નથી. આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે.