ગુજરાતના ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા ઉનાળાના પ્રારંભે જ શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર અને બાઈક્સ ધોઈ આપનારા સર્વિસ સેન્ટરો સામે લાલ આંખ કરી છે. આ સર્વિસ સ્ટેશનવાળા કાર અને સ્કૂટર સહિતના વાહન ધોઈ આપવા માટે મોટર લગાવીને પાણી વાપરતા હતા. જેને કારણે ઘણું પાણી વેડફાતું હતું. હવે તે બંધ થયું છે. જેને કારણે સેંકડો લીટર પાણીની બચત કરી શકાશે. આ એક આવકાર્ય પગલું છે. ઉનાળું હોય કે શિયાળો પાણીની બચત કરવી જરૂરી છે. નાગરિકોએ પણ હવે જાગૃત થઈને પાણીનો બગાડ અટકાવવા આગળ આવવું પડશે.