કેરળમાં એક બાળકીને મદરેસામાંથી ફક્ત એટલા માટે કાઢી મુકાઈ કારણ કે તેણે માથા પર બીંદી લગાવી હતી. સમગ્ર મામલો સોશ્યલ મીડિયાને કારણે વિવાદમાં આવ્યો. બાળકીના પિતા ઉમર મલયિલે ફેસબુક પર બાળકીની તસવીર પોસ્ટ કરી લખ્યું કે મારી દીકરીએ એક શોર્ટફિલ્મના શૂટિંગ દરમ્યાન માથા પર ચંદન પેસ્ટની બીંદી લગાવી હતી. આ પોસ્ટ વાયરલ થતાં બાળકીને મદરેસાથી કાઢી મુકાઈ હતી.