અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં ફરી શાસનની ધૂરા આવતા તેઓએ તેમની પરંપરાગત શૈલી પ્રમાણે લૂંટ, હત્યા, બળાત્કાર અને ભયનો માહોલ ખડો કરી દીધો છે. આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે અફઘાનિસ્તાનના સમાન ધર્મી નાગરિકો જ અન્ય દેશોમાં જીવ પડીકે બાંધીને હિજરત કરી રહ્યા છે. 21મી સદીમાં જાણે પાશવી આદિ યુગ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
તાલિબાનોના હાથમાં સત્તાનું સુકાન આવતા ભારતમાં મુસ્લિમોનો એક બહોળો વર્ગ ઉજવણીના મુડમાં છે. બરાબર આ જ સમયે હિન્દી ફિલ્મ અભિનેતા નસીરૂદ્દીન શાહે ઉર્દૂમાં એક વિડિયો જારી કર્યો છે જેમાં ભારે નિડરતાથી જણાવ્યું છે કે, ભારતના જે મુસ્લિમો તાલિબાન શાસનને આવકારતા ઉજવણી કરે છે તે ઇસ્લામ ધર્મીઓના ભાવિ માટે જ ભયજનક છે.