પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે. જેને લઈને તમામ પાર્ટીઓએ અત્યારથી જ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારી દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, 'ભાજપની સરકાર બનતા તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઇશું.' સુવેન્દુના આ નિવેદન બાદ ટીએમસીએ તેની આકરી ટીકા કરી છે.