કાયદા પંચે ટ્રિપલ તલાક મુદ્દે મુસ્લિમોનો પ્રતિભાવ જાહેર કર્યો છે. પંચને 40 હજારથી વધુ લોકોનો પ્રતિભાવ મળ્યો. આ અંગે પંચના પ્રમુખ જસ્ટિસ બી.એસ.ચૌહાણે કહ્યું કે મુસ્લિમ સમુદાયમાં લોકો અને સંગઠનોએ વર્તમાન ટ્રિપલ તલાકની પ્રક્રિયાને શરિયત મુજબ નહીં હોવાનો મત વ્યક્ત કર્યો. લોકોએ એમ પણ કહ્યું કે શરિયતમાં સમાધાન અને મધ્યસ્થતા માટે ત્રણ મહિનાનો સમયગાળો પણ હોય છે.