દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કની બ્રેઈન ચીપ સ્ટાર્ટઅપ ન્યુરાલિન્કે એક માનવ દર્દીના મગજમાં સફળતાપૂર્વક ચીપ ઈમ્પ્લાન્ટ કરી છે. ન્યૂરોટેક્નોલોજી કંપની માટે આ સીમાચિહ્નરૂપ ઘટના છે. ઈલોન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર ઐતિહાસિક ઘટનાક્રમની માહિતી આપી છે. ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક લાંબા સમયથી માણસના મગજમાં ચીપ લાવવા પર કામ કરી રહી હતી. કંપનીને સપ્ટેમ્બરમાં અમેરિકન એફડીએ તરફથી પરીક્ષણ માટે મંજૂરી મળી હતી. ન્યૂરાલિંકની આ સિદ્ધિ ન્યુરોટેક્નોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે, જે સંભવિતપણે માનવ-કમ્પ્યુટર ઈન્ટરેક્શનના નવા યુગની શરૂઆત સમાન છે.