2022માં છટણી કર્યા પછી એલોન મસ્ક હવે ટ્વિટર ઓફિસો બંધ કરી રહ્યા છે. અહેવાલો મુજબ મસ્કની આગેવાની હેઠળની સોશિયલ મીડિયા કંપનીએ ભારતમાં તેની ત્રણમાંથી બે ઓફિસ બંધ કરી દીધી છે અને સ્ટાફને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. મસ્કે અગાઉ ભારતમાં તેના આશરે 200થી વધુ સ્ટાફમાંથી 90 ટકા સ્ટાફને કાઢી મૂક્યો હતો. દિલ્હી ઉપરાંત મસ્કે મુંબઈમાં પણ તેની ટ્વિટર ઓફિસ બંધ કરી દીધી છે.