મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે મુંબઈના પશ્ચિમ ભાગમાં નિર્માણાધીન બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું કે કેન્દ્રની જેમ જ રાજ્ય સ્તરે અપાતા વીરતા પુરસ્કારનું નામ પણ સાવરકરના નામ પર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં સાવરકરની જન્મજયંતિ પર પોતાના સંબોધનમાં શિંદેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે જાણીજોઈને સાવરકરને બદનામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા લોકોને ડર છે કે જો સાવરકરના વિચારો સમાજમાં લોકપ્રિય થશે તો તેમને પોતાની દુકાનો બંધ કરવી પડશે.