મુશળધાર વરસાદ સામે ઝીંક ઝીલ્યા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારે સવારે ડોંગરી વિસ્તારમાં ચાર માળનું મકાન તૂટી પડયું હતું. મકાનના કાટમાળમાં લગભગ ૩૦-૪૦ લોકો દબાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં ૧૦ જણના મૃતદેહ મળી આવ્યા છે અને ૯ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કઢાયા છે. ઘાયલોને જેજે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ મકાન ૧૦૦ વર્ષ જૂનું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ નામનું આ ચાર માળનું મકાન મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે અચાનક તૂટી પડયો. એમાં રહેલા તમામ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન સાંકડી ગલીમાં હોવાથી રાહત કાર્યમાં અડચણ થઈ હતી. ગલીમાં ફાયર બ્રિગેડની ગાડી પણ નહોતી જઈ શકી. ફાયર બ્રિગેડ ટીમે પગપાળા જ ઘટનાસ્થળે જવુ પડયું હતું.