મુંબઈના સાકીનાકા વિસ્તારમાં (Saki Naka Rape Victim) રસ્તા કિનારે લોહીથી લથપથ બેભાન હાલતમાં મળેલી બળાત્કાર પીડિતાનું મોત થઇ ગયુ છે. ટેમ્પોની અંદર 34 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઘટના બાદ મહિલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેને વેન્ટિલેટર પર રાખવી પડી હતી. આ ઘટના 2012ના 'નિર્ભયા' (Nirbhaya) કેસની યાદ અપાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ મહિલાના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાંખીને લોહીલુહાણ કરી દીધો હતો અને પછી તેને રસ્તા પર ફેંકી દીધી હતી જે બાદ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને મહિલા લોહીથી લથપથ મળી આવી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં લગભગ 33 કલાક સુધી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડનાર મહિલાએ અંતે દમ તોડી દીધો. તે જ સમયે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાના થોડા કલાકોમાં જ આરોપી મોહન ચૌહાણની (45) ધરપકડ કરવામાં આવી હતી.