મૂશળધાર વરસાદનો સામનો કરી રહેલા મુંબઈવાસીઓ માટે હાલ રાહતના સમાચાર નથી આવી રહ્યા. હવામાન વિભાગ (IMD)એ દેશની આર્થિક રાજધાનીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. સરકારે મહારાષ્ટ્રના ચાર જિલ્લા- મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરની દરેક સ્કૂલ કોલેજો આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.