મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે મોડી રાતે થયેલા વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રેલસે સ્ટેશનમાં ટ્રેક પણ ડૂબી ગયા હોવાથી લોકલ ટ્રેન ઉપર પણ અસર થઈ છે. બુધવારે સવારે અંધેરી ફ્લાઈઓવર પર વરસાદના કારણે ત્રણ કાર એકબીજાને અથડાઈ ગઈ હતી અને તેમાં 8 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ બિહાર-આસામમાં પણ પૂરના કારણે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. બિહારમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી 106 અને આસામમાં 68 લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં કુલ 1.09 કરોડ પ્રભાવિત થયા છે.