છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદથી સોમવારે મુંબઈ લાચાર થયું હતું. ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા હતા. છેલ્લાં ૪૮ કલાકમાં પડેલા વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. દર વર્ષે જૂનમાં પડતો કુલ વરસાદ માત્ર બે દિવસમાં જ પડી ગયો. વાહનવ્યવહાર તેમજ મુંબઈની લાઇફ લાઇન લોકલ ટ્રેન સેવા પર પણ ગંભીર અસર પડી હતી. રેલવેના પાટા પર પાણી ભરાવવાને કારણે ૧૩ ટ્રેનો રદ કરવી પડી હતી. સ્કૂલે જતાં બાળકો, ઓફિસે જતા કર્મચારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વીજ કરંટને કારણે અંધેરીમાં એક મહિલા, થાણેમાં એક વ્યક્તિ અને ગોરેગાંવમાં બે લોકોનાં મોત થયા હતા. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો હતો. દક્ષિણ સોલાપુરમાં વીજળી પડવાથી ત્રણ જણનાં મોત થયાં હતાં જ્યારે બે જણ ઈજા પામ્યા હતા.