બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટની વિરુદ્ધ મુંબઈ પોલીસએ ફરિયાદ દાખલ કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનના ડીસીપી અભિષેક ત્રિમુખેએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ બંને વિરુદ્ધ કોરોના માટે લાગુ કરેલા પ્રતિબંધોના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં કોરોનાના કારણે બપોરે 2 વાગ્યા બાદ કોઈ કારણ વિના બહાર ફરવાની મનાઈ છે તેવામાં ટાઈગર અને દિશા સાંજ સુધી બાંદ્રા બેનસ્ટેન્ડ નજીક ફરતા ઝડપાયા હતા. આ સિવાય બંને પોલીસને યોગ્ય કારણ જણાવી શક્યા ન હતા તેથી તેમના વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ નોંધાયો છે.