ગઈકાલે એટલે કે 26મી નવેમ્બરની રાત્રે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમ પર એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે મુંબઈમાં આતંકવાદીઓની હાજરી અંગે પોલીસને જાણ કરી હતી. ગઈકાલે 26/11ના આતંકવાદી હુમલાની પણ વરસી હતી. છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફોન કરનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.