આત્મહત્યા માટે ઉશ્કેરવાના બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની બુધવારે તેના નિવાસ્થાનેથી ધરપકડ કરી હતી. અર્નબને પોલીસે રાયગઢ જિલ્લા અદાલતમાં રજૂ કર્યો હતો. આ કેસમાં અર્નબ ઉપરાંત ફિરોઝ શેખ અને નિતેશ સારદાની પણ ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે અર્નબ સામે મહિલા પોલીસકર્મીને ધક્કો મારીને હાની પહોંચડાવાનો પણ ગુનો નોંધ્યો છે. બીજી બાજુ અર્નબે આરોપ મૂક્યો છે કે, તબીયત ખરાબ હોવા છતાં પોલીસ ખેંચીને લઇ ગઇ અને મારઝૂડ કરી હતી. બૂટ પણ પહેરવા નથી દીધા.