મુંબઇ શહેરના ફેફસાં ગણાતા આરે કોલોની વિસ્તારમાં મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)ના કાર શેડ પ્રોજેક્ટ માટે ૨,૬૫૬ વૃક્ષ કાપવાના નિર્ણયને પડકારતી ચાર અરજીઓ શુક્રવારે બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધાં બાદ MMRCL દ્વારા શુક્રવાર મોડી રાતથી જ વૃક્ષો કાપવાનું શરૂ કરી દેવાતાં મુંબઇ શહેરના પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સેંકડો પર્યાવરણ પ્રેમીઓ સડકો પર ઊતરી આવ્યાં હતાં અને વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યાં હતાં. મુંબઇના અન્ય વિસ્તારોમાંથી પણ પર્યાવરણ પ્રેમીઓ આરે તરફ વધવા લાગતાં પોલીસે આરે તરફ જતી તમામ સડકો પર બેરિકેડ લગાવી દીધાં હતાં.