મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન લોકોને બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. સમુદ્ર તટે ન જવાની પણ સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી 24 ફ્લાઈટને અસર થઈ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે પાણીથી ભરેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 2000 મુસાફરોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ, પાણી જેવી જરૂરી સામગ્રીઓ આપી રહી છે.