મુંબઈમાં ઘણા વર્ષો બાદ ચોમાસાએ એક દિવસ વહેલું ગાજવીજ સાથે આગમન ધમાકેદાર કર્યું છે. મંગળવારના મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા આજે ખૂબ જ વધી હતી. જેથી વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સમગ્ર મુંબઈ પહેલા વરસાદમાં જળબંબાકાર બનતાં જનજીવન અસ્તવસ્ત થયું હતું. શહેરમાં ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર ઇંચ વરસાદ વરસ્યો હતો. આવતા ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર વાદળ ફાટવાની ચેતવણી અને ઓરેન્જ તેમ રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
ઘર અને દિવાલ પડવાના સહિત વિવિધ દુર્ઘટના બની હતી, પણ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત હોસ્પિટલો તેમ જ કોવિડ સેન્ટરોમાં પાણી ભરાયા હતા. પ્રથમ દિવસે વરસાદમાં મુંબઈ જળબંબાકાર બનતા મુંબઈ મહાનગર પાલિકાના નાળાસફાઈ ૧૦૪ ટકા કર્યા હોવાનો દાવો પોકળ સાબિત થતાં ભાજપ સહિત ચોફેરથી શિવસેના અને વહીવટીતંત્ર પર ટીકાઓ થઈ હતી.