ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનના 20માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 29 રને હરાવ્યું છે. રવિવારે (7 એપ્રિલ) વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા દિલ્હી આઠ વિકેટ પર 205 રન જ બનાવી શક્યું. મુંબઈ ઈન્ડિયન્સની આ લીગમાં પહેલી જીત છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હાર મળી હતી. ત્યારે, દિલ્હી કેપિટલ્સની આ પાંચ મેચોમાં ચોથી હાર રહી છે.