ભારતની આર્થિક રાજધાની મુંબઈને હવે એશિયાના અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો પણ સાંપડયો છે. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ અનુસાર અબજોપતિઓના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ બેઇજિંગને છોડીને પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. મુંબઈ પછી બીજો નંબર દિલ્હીનો અને ત્રીજો નંબર હૈદરાબાદનો છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે. જ્યાં લગભગ 67 જેટલા અબજપતિઓ વસવાટ કરે છે.
આયાદી અનુસાર મુંબઈમાં નવા અબજોપતિઓની સંખ્યા વધીને ૫૮ની થઈ છે. હવે આ મહાનગરમાં કુલ ૩૮૬ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે.