લાખો પ્રવાસીઓની જ્યાં રોજ આવ-જા થાય છે તે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી પસાર થયેલ ઠરાવ મુજબ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન હવે નાના શંકરસેઠ ટર્મિનસ તરીકે ઓળખાશે. ઉલ્લેખનીય છે કે, શિવસેના લાંબા સમયથી ભારતીય રેલવેના આદ્ય તરીકે શંકરસેઠનું નામ મુંબઈ સેન્ટ્રલ સાથે જોડવાની માગણી કરતી હતી. પ્રાપ્ત માહિતી મુજબમ હવે મુંબઈના અન્ય રેલવે સ્ટેશનોના નામ પણ બદલવાની યોજના શિવસેના બનાવી રહી છે.