આતંકીઓના આશ્રયસ્થળ માટે વિશ્વભરમાં કુખ્યાત પાકિસ્તાને વૈશ્વિક દબાણ હેઠળ આતંકીઓ સામે આકરાં પગલાં લેવાનો દેખાડો કરવો પડી રહ્યો છે. આતંકવાદ વિરોધી કોર્ટે વૈશ્વિક આતંકી અને લશ્કર-એ-તોયબાના વડા હાફીઝ સઈદને બે કેસમાં ૩૧ વર્ષની સજા સંભળાવી છે.
હાફિઝ સઈદને બે આતંકી કેસોમાં આ સજા અપાઈ છે. કોર્ટે તોયબાના સ્થાપક સઈદને દંડ પણ ફટકાર્યો છે. આ અગાઉ પણ આતંકી હુમલાના પાંચ કેસમાં ૭૦ વર્ષીય કટ્ટરવાદી સઈદને ૩૬ વર્ષની સજા થઈ છે. સઈદને મળેલી કુલ ૬૮ વર્ષની સજા એક સાથે ચાલશે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે સજા અંગે કોર્ટના ચૂકાદાની સઈદ પર કોઈ અસર થવાની નથી. તેને ટૂંક સમયમાં નજરકેદ કરાશે અને તેની સંપત્તિ પણ પાછી આપી દેશે.