રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કોલકાતા સામેની જીત બાદ ભારે આત્મવિશ્વાસ સાથે આવતીકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ સતત બે મેચ જીતી ચૂક્યું છે અને તેઓ મુંબઈ સામેની મેચમાં વિજયી હેટ્રિક સર્જવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને સતત બીજી જીતની તલાશ છે. મુંબઈમાં રમાનારી આવતીકાલની મેચ રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ થશે.