મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) ખાતે CISF કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી.
CISF ની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી.