PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઇને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, 'બુલેટ ટ્રેન અમારું નહીં પરંતુ કોઇ બીજાનું સપનું છે.' મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનો મોટાભાગનો હિસ્સો છે. હવે જો બુલેટ ટ્રેનને મહારાષ્ટ્રમાં મંજૂરી ના મળે તો અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડાવવાનું મોદી સરકારનું સપનું પડી ભાગશે.
ખેડૂતોની જમીન છીનવીને બુલટે ટ્રેન સમાન ધોળો હાથી પાળવો બિલકુલ વાજબી નથી. ઉદ્ધવે સવાલ કર્યો કે બુલેટ ટ્રેનનો લાભ કોને મળશે? તેના કારણે અહીં કેટલા ઉદ્યોગ-ધંધામાં તેજી આવશે? તે સમજાવો.
જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે બુલેટ ટ્રેન PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તો ઉદ્ધવે કહ્યું કે આ ડ્રીમ પ્રોજેક્ટ ભલે હોય. પરંતુ જ્યારે નીંદર ખુલે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે હોય છે સપનું નથી હોતું.