મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની નજીકમાં આવેલા ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. દુર્ઘટના સોમવાર સવારની છે. કાટમાળમાં 35થી 40 લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફ (NDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમાચાર એજન્સી ANI મુજબ આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોતના અહેવાલ છે.
અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલા બાકી 25 લોકો માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.