કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભામાં ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની માહિતી આજે સોમવારે પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજકારણનો લાંબો અનુભવ છે. તેમણે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય બાબતોના પ્રધાન તરીકે પણ કામ કર્યું છે. તેથી જ તેને આ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભામાં પિયુષ ગોયલને ભાજપ પક્ષના નેતા બનાવ્યા છે. જ્યારે ઉપનેતા પદે મુખ્તાર અબ્બાસ નકવીને સ્થાન અપાયુ છે.