અમેરિકાના જગવિખ્યાત સામયિક ફોર્બ્સની ધનાઢ્યોની લેટેસ્ટ યાદીમાં સતત તેરમે વર્ષે મૂકેશ અંબાણી ટોચ પર હતા. કોરોના કાળની મૂકેશ અંબાણી પર કોઇ પ્રતિકૂળ અસર થઇ નહોતી. લૉકડાઉન દરમિયાન પણ મૂકેશ દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા.
આ સામયિકે નોંધ્યા મુજબ મૂકેશ અંબાણીની કુલ આવક 88.7 અબજ અમેરિકી ડૉલર્સની હતી. એ પહેલા ક્રમે હતા. બીજા ક્રમે ગૌતમ અદાણી હતા જેમની સંપત્તિ 25.2 અબજ ડૉલર્સની હતી. ત્રીજા ક્રમે આઇટી કંપની એચસીએલના શિવ નાદર હતા જેમની કુલ સંપત્તિ 20.4 અબજ ડૉલર્સની હતી. ચોથા ક્રમે ડી માર્ટના માલિક રાધાકિસન દામાણીનું નામ હતું. દામાણીની કુલ સંપત્તિ 15.4 અબજ ડૉલર્સની હતી. પાંચમા ક્રમે હિન્દુજા ભાઇઓ હતા જેમની કુલ સંપત્તિ 12.8 અબજ ડૉલર્સની હતી.