હાલ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 7મો બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટચાલી રહી છે. અહીં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ બાયો ફ્યૂલને પ્રોત્સાહન આપવા ગ્રીન હાઈડ્રોજન પોલિસીની જાહેરાત કરી છે, ત્યારે સમિટમાં ઉપસ્થિત રહેલા ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ આગામી 3 વર્ષમાં કરવામાં આવશે.