Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જેનું મુખ્ય કારણ બે કંપનીઓ હોવાનું માનવામાં આવે છે.એક HDFC Bank અને બીજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.
પ્રથમ કંપનીનું નામ HDFC બેંક છે. જેના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજું કારણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.ત્રણ દિવસ બાદ ખુલેલા માર્કેટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે.

ખાસ વાત એ છે કે 15 જાન્યુઆરીએ કંપનીનો શેર 2,792.65 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. ત્યારથી કંપનીના શેરમાં રૂપિયા 136.65નો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો આવનારા મહિનામાં કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો વધારો જોવા મળી શકે છે.
મુકેશ અંબાણીની કંપનીને 39 હજાર કરોડનું નુકસાન થયું છે. આ ઘટાડાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે. BSE ડેટા અનુસાર કંપનીનું માર્કેટ કેપ 17,96,966.09 કરોડ રૂપિયા પર આવી ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ