રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ધીરૃભાઈ અંબાણીએ આખરે ૧૦૦ અબજ ડોલરના કલબમાં પ્રવેશ કરી લીધો છે. બ્લૂમબર્ગના ઈન્ડેક્ષ પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિ ૧૦૦.૬ અબજ ડોલર હતી. એ સાથે જ તેઓ વિશ્વના ૧૦૦ અબજ કરતાં વધુ સંપત્તિ ધરાવતા ૧૧ ઉદ્યોગપતિઓમાં સામેલ થઈ ગયા છે.
બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીએ વિશ્વના સૌથી ધનિકો જેફ બિઝોસ અને ઈઓન મસ્ક સાથે આ ૧૦૦ અબજ ડોલરના ૧૧ વ્યક્તિના રેરફિડ ગુ્રપ કલબમાં જોડાયા છે. મુકેશ અંબાણીની સંપતિ ૧૦૦.૬ અબજ ડોલર પહોંચી છે. જેમાં ચાલુ વર્ષમાં ૨૩.૮ અબજ ડોલરનો વધારો થયો છે.