-
રિલાયન્સ જિયો સપ્ટેમ્બર 2016માં ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કરીને મોબાઇલ સર્વિસિઝમાં પ્રાઇસ વોર શરૂ કર્યું હતું. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના સુપ્રિમો મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો બ્રોડબેન્ક માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ જિયો લાખો ગ્રાહકો માટે ફાઇબર ટૂ ધ હોમ (FTTH)ને લઇને આવી રહ્યું છે. રિલાયન્સ અનેક ઓફર્સ સાથે તેની શરૂઆત કરશે. એક અહેવાલ પ્રમાણે, જિયોના હોમ બ્રોન્ડબેન્ડની જાહેરાત પાંચ જૂલાઇના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝની બેઠક દરમિયાન થઇ શકે છે. રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને 100 mbps સ્પીડ સાથે મોટી સંખ્યામાં મફત ડેટાની જાહેરાત કરી શકે છે. સાથે જિયો Voip મારફતે ગ્રાહકોને અનલિમિટેડ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા આપી શકે છે. આ માટે ગ્રાહકોએ 1000 રૂપિયાથી લઇને 1500 રૂપિયા ચૂકવવા પડશે. જિયો એક સાથે અનેક શહેરોમાં આ સર્વિસ શરૂ કરવા માંગે છે. એફટીટીએટનો અર્થ થાય છે લોકોને તેમના ઘર સુધી ફાઇબર કેબલ પહોંચાડવા. હાલમાં તાંબાના કેબલ મારફતે લોકોના ઘરો અને ઓફિસ સુધી કનેક્શન પહોંચાડવામાં આવે છે.