ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરીથી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફૉર્બ્સે વર્ષ 2023ના વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. જેમાં મુકેશ અંબાણીનુ નામ પણ સામેલ છે. આ યાદીમાં મુકેશ અંબાણીએ 9મુ સ્થાન મેળવ્યુ છે. આ સાથે તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 83.4 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.