વિશ્વસ્તરે ફેલાયેલી કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળો ભલે દુનિયાભરના દેશોના અર્થતંત્રને પ્રભાવિત કરી ગયો પરંતુ વિશ્વના કેટલાક ઉદ્યોગપતિઓ એવા પણ છે જેઓ આ સમયગાળા દરમિયાન સતત પ્રગતિ કરી રહ્યા છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી માટે પણ મંદીના આ સમયમાં ચોતરફેથી સારા સમાચારો આવી રહ્યા છે. વિતેલા દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વની બીજી સૌથી મોટી બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે તો મુકેશ અંબાણીમાં તાજેતરમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં એક પગથિયુ ચડીને ચોથા સ્થાને આવી ગયા છે.
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની રિયલ નેટવર્થ મુજબ મુકેશ અંબાણી 80.6 અબજ ડોલર (આશરે 6.03 લાખ કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સંપત્તિ બાબતે તેઓ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકેરબર્ગથી નીચેના સ્થાને છે. જોકે બંનેની સંપત્તિ વચ્ચે મોટા તફાવત છે. ઝુકેરબર્ગ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ યાદીમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બીજા સ્થાને અને અમેઝોનના સીઇઓ જેફ બેજોસ પહેલા સ્થાને છે.
મુકેશ અંબાણીએ એલવીએમએચના બર્નોર્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલીને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યુ છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારાનુ મુખ્ય કારણ રિલાયન્સ જીયોમાં વૈશ્વિક સ્તરે આવેલુ રોકાણ માનવામાં આવે છે. અહીં સુધી કે રિલાયન્સની માર્કેટ કેપિટલમાં પણ સતત વધારો જોવા મળ્યો છે.