દુનિયાના અબજોપતિઓની યાદીમાં ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિ મુકેશ અંબાણી પણ આગળ વધી રહ્યાં છે. ફોર્બ્સની દુનિયાના અબજોપતિઓની સૂચિમાં તે છ ક્રમાંકનો કૂદકો લગાવી 13માં સ્થાને પહોંચી ગયા છે. આ સૂચિમાં જેફ બેઝોસ પહેલા સ્થાન પર કબજો જમાવવામાં સફળ રહ્યાં છે.
ફોર્બ્સેના જણાવ્યા અનુસાર, ઇ-કૉમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોનનાં સ્થાપક, 55 વર્ષીય જેફ બેઝોસ આ સૂચિમાં પ્રથમ સ્થાને છે. તેમના પછી બિલ ગેટ્સ અને વોરેન બફેટનું સ્થાન છે.
બેઝોસની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 19 અબજ ડૉલર વધીને 131 અબજ ડોલર થઇ ચૂકી છે. જયારે મુકેશ અંબાણી (61 વર્ષ)ની સંપત્તિ 2018માં 40.1 અબજ ડૉલર હતી જે વધીને 50 અબજ ડૉલર થઇ છે. મહત્વનું છે કે, દુનિયાના અમીરોમાં પાછલા વર્ષે તે 19માં સ્થાન પર હતા અને આ વર્ષે તે છ સ્થાન આગળ વધી 13મા નંબર પર આવ્યા છે.