બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર ચીનની બે દિવસની મુલાકાતે આજે શુક્રવારે અહીં આવી પહોંચ્યા છે.
વિવિધ સમાચાર સંસ્થાઓ જણાવે છે કે ગત વર્ષના ડીસેમ્બરમાં તેઓએ ભારતની મુલાકાત લેવાની અને નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર થઇ રહેલા અત્યાચારોને લીધે ભારતે વિવેકપૂર્વક કહ્યું હતું કે વડાપ્રધાન અન્ય વ્યસ્તતાઓ ને લીધે આપને સમય ફાળવી શકે તેમ નથી. આથી યુનુસે ભારતની મુલાકાત નિવારી હતી.